ગેમર્સ માટે લોન્ચ થવાનો છે નવો ફોન, 12GB રેમ સહિત મળશે ઘણુ બધુ 

ગેમર્સ માટે લોન્ચ થવાનો છે નવો ફોન, 12GB રેમ સહિત મળશે ઘણુ બધુ 


Nubia નો Red Magic 9 Pro 23 નવેમ્બરના આધિકારીક રીતે લોન્ચ કરવા માટે તૈયાર છે. આ કંપનીનો પહેલો ગેમિંગ-સેન્ટ્રિક સ્માર્ટફોન છે જેનો ઓફિશિયલ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. રેન્ડર મુજબ, Red Magic 9 Pro માટે કોઈપણ કેમેરા બમ્પ વિના ફ્લેટ ફ્રેમ આપવામાં આવી છે. તેમાં અંડર-ડિસ્પ્લે ફ્રન્ટ કેમેરા હોવાની અપેક્ષા છે. તે 8.9 મીમી પાતળું હશે. RGB લાઇટો  ગઇ હશે. આ ફોનમાં Snapdragon 8 Gen 3 SoC હોવાની અપેક્ષા છે.

એક રિપોર્ટ અનુસાર, Red Magic 9 Pro તેના પહેલાના મોડલથી ડિઝાઇનના મામલે અલગ હશે. તે કસ્ટમ RGB લાઇટિંગ ઇફેક્ટ્સ સાથે લેન્સની નીચે ઇનબિલ્ટ કૂલિંગ ફેન સાથે ઓફર કરી શકાય છે. Red Magic 9 Proના સત્તાવાર ફોટામાં, ફોનને ડાર્ક નાઇટ, ડ્યુટેરિયમ ફ્રન્ટ ટ્રાન્સપરન્ટ ડાર્ક નાઇટ અને ડ્યુટેરિયમ ફ્રન્ટ ટ્રાન્સપરન્ટ સિલ્વર વિંગ રંગોમાં ઉપલબ્ધ કરાવી શકાય છે.

Nubia Red Magic 9 Pro ના સંભવિત સ્પેસિફિકેશન

આ સિવાય, તેને ફ્લેટ સ્ક્રીન આપવામાં આવી શકે છે જેમાં અંડર-ડિસ્પ્લે ફ્રન્ટ કેમેરા સાથે નોચ-લેસ ડિઝાઇન રજૂ કરી શકાય છે. નુબિયાએ પહેલેથી જ જાહેરાત કરી હતી કે Red Magic 9 Pro 23 નવેમ્બરે લોન્ચ થશે.  Red Magic 9 Pro તાજેતરમાં ગીકબેન્ચ પર મોડલ નંબર NX769J સાથે જોવામાં આવ્યો હતો. લિસ્ટિંગ અનુસાર, આ ફોનમાં Snapdragon 8 Gen 3 SoC, 12GB RAM અને Android 14 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી શકે છે.

નુબિયા રેડ મેજિક 8 પ્રો વિશે વાત કરીએ તો, તેને $650 (લગભગ રૂ. 53,200)માં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેમાં 120Hz ના રિફ્રેશ રેટ સાથે 6.8 ઇંચ (1116 x 2480 પિક્સેલ્સ) AMOLED ડિસ્પ્લે છે. તે Snapdragon 8 Gen 2 SoC પર કામ કરે છે. તેમાં 16GB રેમ અને 512GB સુધી સ્ટોરેજ છે. તેમાં 65W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6000mAh બેટરી છે. 

Nothing Phone 2 યૂઝર્સને કંપનીએ આપ્યુ iPhone વાળું આ સ્પેશ્યલ ફિચર

Nothing એ તાજેતરમાં Nothing Chats નામની પોતાની મેસેજિંગ એપ લૉન્ચ કરી છે. આ એપ આઈફોનમાં મળતા iMessages જેવી જ કામ કરે છે અને કંપનીએ તેને એન્ડ્રોઈડ યૂઝર્સ માટે તૈયાર કરી છે. કંપનીના સીઈઓ કાર્લ પેઈએ કહ્યું કે તેણે આઈફોનમાં જોવા મળતા iMessage જેવી જ એન્ડ્રોઈડ યૂઝર્સ માટે એક એપ બનાવી છે. નથિંગ ચેટ્સ એપ્લિકેશન હાલમાં ફક્ત તે યૂઝર્સ માટે જ ઉપલબ્ધ છે જેઓ કંપનીના લેટેસ્ટ હેન્ડસેટનો ઉપયોગ કરે છે અને ઉત્તર અમેરિકા, EU અને અન્ય યૂરોપિયન પ્રદેશોમાં રહે છે. આ શુક્રવાર એટલે કે 17 નવેમ્બરથી એપ યૂઝર્સને એક્સેસ મળવાનું શરૂ થઈ જશે.

Nothing Chatsની ખાસિયત 
અમે તમને જણાવી દઈએ કે, Appleનું iMessage યૂએસમાં એન્ડ્રોઈડ કંપનીઓ માટે એક સમસ્યા છે કારણ કે મોટાભાગના લોકો આ એપનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે અને તેથી જ તેઓ iPhone પર શિફ્ટ થઈ જાય છે.

 



Source link

Avatar Of Mazhar Paradise65

Mazhar Paradise65

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
x Logo: Shield Security
This Site Is Protected By
Shield Security
Verified by MonsterInsights